જ્ઞાન – વિજ્ઞાનની સફરનો આરંભ ! શુભારંભ !

જ્ઞાન – વિજ્ઞાનની સફરનો આરંભ ! શુભારંભ !

વિજ્ઞાન ! સામે બેઠેલાં વિદ્યાર્થીઓને ઘડતાં ગુરુ જ્યારે ‘ વિજ્ઞાન ‘ શીખવવાની શરૂઆત કરે છે ત્યારે કંઈક આ રીતે કરે કે ‘ દીકરા – દીકરીઓ વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન ! સામન્ય સમજણ કરતાં કંઈક વધું ખાસ અને સચોટ સમજણ એટલે વિજ્ઞાન ! ‘ હાં , મોટા ભાગે તો આવી જ રીતે સમજાવવામાં આવે છે ને એ ખોટું પણ નથી ! પણ જ્યારે વાત ક્રિશાંતની કલમની થાય ને બઘું સામન્ય જ રહેવાનું હોય તો એનું કઈ માહત્મ્ય ખરું ? હાં તો ચાલો આજે વિજ્ઞાનની સફરે એય ક્રિશાંતની કલમની સંગાથે !

સૌથી પહલે પગથિયે જાણી લો કે વિજ્ઞાનનો શાબ્દિક અર્થ કદાચ વિશેષ જ્ઞાન એવો થઈ શકે બાકી વિજ્ઞાનનો સંપૂર્ણ અર્થ છે – સત્ય ! જી વિજ્ઞાન એટલે બીજું કંઈ પણ જે સત્ય છે એ જ વિજ્ઞાન ! કેમકે સત્ય અને વિજ્ઞાન બદલાઈ ના શકે ! એ અફર હોય છે ! અમસ્થુ થોડું કહેવાય કે વા ફરે વાદળ ફરે , ફરે નદીનાં પુર પણ શૂરા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સુર ! અરે ! ભાઈ મર્દ હોય એ એકવાર બોલે એટલે કરી બતાવે ! એમના જ નામ હોય બાકી તો કંઈ કેટલાય આયા ને ધૂળમાં ઢેફા થઈ ભાંગી – ભુક્કો થઈ ગયા ! તો વાત હતી વિજ્ઞાનની ! જો કાંઈ ફેરફાર થાય તો સમજવું એ વિજ્ઞાન નથી એ ગપ કે કંઈક અજ્ઞાન હતું ! બાકી વિજ્ઞાન એટલે માત્ર ને માત્ર સત્ય જે બદલાઈ જ ન શકે ! એક રીતે કહેવું હોય તો કહી શકો કે ઈશ્વર એ જ સત્ય ને જે સત્ય એ જ વિજ્ઞાન !

હાં , આજના આધુનિક ચોપડીયું ભણી ડફોળ બનેલાં ને કમ્પ્યુટર સામે બેસી વિજ્ઞાનનાં નામે જ્યારે ડફોળ બનાવવાના ગુરુઘંટાલ વધી ગયા હોય ત્યારે વિજ્ઞાન જાણવું ને સમજવું જરૂરી છે ! કેમકે વિજ્ઞાન ( ઈશ્વર ને પ્રકૃતિની પૂજા , આરાધના ને સાધના જે કહો તેનો અખંડ જોગી ભારત રહ્યો છે ! જે ભારતીય છે ( આજનાં આધુનિક ઇન્ડિયનનો તેમાં સમાવેશ થતો નથી ! ) એમને માટે તો આ જ ધર્મવાક્ય છે . કેમકે સત્યમ , શિવમ ને સુંદરમ નો સમન્વય માત્ર ને માત્ર ભારત છે ! અફસોસ કે ના જાણતા લોકો ડીજેના તાલે , જોરથી અસત્યનો પ્રચાર કરતા રહ્યા છે ને કરે છે એમાં બિચારા સત્ય જાણનારા ને જણાવનારા સાઈડમાં ધકેલાય ગયા છે ! અરે તારી ભલી થાય ડોફા ! કોઈ આ ફોનને ચાર્જિંગમાં મુકો ભાઈ !

હાં , સાઈડમાં ધકેલાય ગયા છે પણ લુપ્ત થતી પ્રજાતિયોમાં નથી આવી ગયા ! બસ એ જ મૂલ્યવાન સંદર્ભનાં વાવાઝોડામાં આપ ને લઈ જવા છે ! વાવાઝોડું એટલા માટે કેમકે જો તમે સધ્ધર હશો તો તમે ઘણાને ગોટે ચડાવવાના ને જો સામન્ય હશો ( જે હંમેશા અસામન્ય જ હોય છે ! ) તો તમારાં મનમાં શરૂ થયેલું વાવાઝોડું મહણમાં જ શાંત થશે એની ગેરેન્ટી છે ! છે કોઈ વિકો ???

ખરેખર તો આપણે શરૂઆત અજ્ઞાનની જ કરવાનાં છીએ ! આજકાલ તમને આ ખોટુ છે , બકવાસ છે ને પથારી ફેરવનારું છે એવું કહેનારા ઘણાં ભટકાશે ! મતલબ ભેગા થશે ને નહિ ભેગા થાવ તો એવા તમને સામેથી ભટકાવવા આતુર દેખાશે ! પણ એ સાથે એ ક્યારેય એ નહિ કહે કે જો બુન !!! આ સાચું છે ! એ મુદ્દો જ એ ગપચાવી જશે ! કેમકે એમને જ ખબર હોય તો ને ? અડધી વાત સૌથી ભયાનક હોય છે સામન્ય માણસની જેમ ! જે રીતે અહિંસા પરમો ધર્મ કહી ગાંધીજી અહિંસાની વાહ વાહ કરાવી ગયા પણ કોઈ એ નહિ કહે કે ભાઈ એ વાત અડધી છે ! આખી વાત એ છે કે અહિંસા પરમો ધર્મ , ધર્મ હિંસા તથૈવ ચ !!! ભાઈ અહિંસા પરમ ધર્મ છે , પણ ધર્મ માટે કરેલી હિંસા તેથી પણ વધું મહાન છે ! અહિંસાનાં આગ્રહી આ સ્કીપ કરી આગળ જતાં રહે એ એમની અને અમારી બંનેના હિતમાં છે !

બસ આવી જ પુરી વાત , વિજ્ઞાન લઈ અહીં અમે આપની સમક્ષ રજુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ! કોઈ નિયમ નથી ! પણ એક વાતની ખાતરી કે જ્યારે આવશે ત્યારે વિજ્ઞાન જ હશે ! પૂર્ણ સત્ય ! બાકી તો જય શ્રી કરશન !

Leave a Comment

KRISHNAT BHTT ગુજરાતીમાં જ્ઞાન વર્ધક લેખ પ્રકાશિત કરતી વેબસાઈટ છે . જેમાં વિજ્ઞાન , પુસ્તકો , વિવિધ વિષય પર પ્રગટ થતા લેખનો સમાવેશ થાય છે .

વિષય

વિજ્ઞાન

પુસ્તકો

ક્રિશાંતની કલમે

શ્રેષ્ઠ રચનાઓ

સંદર્ભ સ્ત્રોત

ભારતીય ગ્રંથ

ઓનલાઈન સ્ત્રોત

વિવિધ લેખકોના ગ્રંથો

વિવેચનના ગ્રંથ

સંપર્ક સેતું

સુરેન્દ્રનગર , ગુજરાત , ભારત

error: Content is protected !!